સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના ઉદ્રેશપત્રમાં દર્શાવ્યા પ્રમાણે આ સત્તાતંત્ર રાજય અને ભારત સરકારની રમતગમત નીતિને સુસંગત રહીને ખેલકુદ પ્રવૃતિઓને ઉત્તેજન આપશે અને તેનો વિકાસ કરશે. (હાલમાં રાજય સરકાર ખેલકુદ નીતિ વિચારણા હેઠળ છે.)
આ સત્તાતંત્રની ચાલુ પ્રવૃતિઓમાંથી નીચે મુજબના બે ઉદ્દેશો નિશ્ચિત થાય છે.
રમતગમતના વાતાવરણને વધુ લોકપ્રિય બનાવવું.
ગ્રામ્ય, તાલુકા, જીલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારોમાં રમતગમતના વાતાવરણનું નિર્માણ કરી વિધ્યાર્થીઓ, યુવક-યુવતીઓ, પુરુષો અને મહિલાઓ તેમજ સિનિયર સિટીજન વગેરેને વિવિધ રમતગમતોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામા આવે છે.
ઉત્કૃષ્ટતાને ઉત્તેજન આપવું.
રમત-ગમત ક્ષેત્રે વિશિસ્ટ કૌશલ્ય ખિલવવાના હેતુ સાથે ઉત્કૃષ્ટતાને ઉત્તેજન આપવામાં આવે છે. વધુમાં ખાસ પ્રશિક્ષણ, રમતગમતના સાધનો અને માળખાગત સવલતો પુરી પાડીને તેની ગુણવત્તામાં વધારો કરવામાં આવે છે. ચંદ્રકો જીતી શકે તેવી ક્ષમતા ધરાવતા રમતવીરોને જુદી જુદી ઔપચારિક તેમજ અનૌપચારિક સ્પર્ધાઓ શોધી કાઢવામાં આવે છે અને તેમને વિવિધ પ્રકારનું સધન પ્રશિક્ષણ આપવામાં આવે છે.
આ બંને ઉદ્દેશો એકબીજાને પૂરક છે. પ્રથમ ઉદ્દેશ રમતગમત માટે માહોલ ઉભો કરવાનો છે જયારે બીજો ઉદ્દેશ સધન પ્રયત્નો રાજયમાં ચંદ્રક વિજેતાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવાનો છે.
વ્યૂહ રચના
વ્યૂહ રચનામાં આ ઉદ્દેશો સિધ્ધ થાય તે માટેની વિવિધ પ્રવૃતિઓનો સમાવેશ થાય છે. જેનાથી તેની કામગીરીલક્ષી ઉદ્દેશો પણ આપોઆપ નકકી થાય છે. જો કે એસ.એ.જી. ખાસ કરીને તો રમતગમતને લગતી સરકારની યોજનાઓનો અમલ કરે છે. આ યોજનાઓ સરકારના અંદાજપત્રમાં સમાવિષ્ટ. હોય છે જે અગાઉ યુવક સેવા આયુકતની કચેરી રાજય ખેલકુદ પરિષદના પરામર્શ સાથે ચલાવવામાં આવતી હતી. એસ.એ.જી.ની સ્થાપના થયા બાદ તેમાં કેટલીક નવી રમતગમતો ઉમેરવામાં આવી છે.
વર્ષ દરમ્યાન હાથ ધરેલ કામગીરીનો ચિતાર નીચે મુજબ છે.
રમતગમતને લગતું વાતાવરણ / માહોલ ઊભો કરવો. શાળાના બાળકો માટે ૮૫ જેટલી વેકેશન શિબિરો (કેમ્પ) યોજવામાં આવે છે.
વર્ષ ૨૦૧૫-૨૦૧૬ રાષ્ટ્રીય કક્ષાની વિવિધ રમતોમાં ગુજરાત રાજયના ખેલાડીઓએ ૨૦૫ ચંદ્રકો હાંસલ કરેલ છે.